રાજા આસા અને રાજા યહોશાફાટે પરમેશ્વરની આજ્ઞાઓ અને નિયમો વિશ્વાસપૂર્વક પાળ્યા, દરેક મૂર્તિ તોડી પાડી, અને “પરમેશ્વર સાથે હોય તો સઘળું સારું થશે”—આ અટલ વિશ્વાસ સાથે રાજ્ય ચલાવ્યું. પરિણામે, પરમેશ્વરે તેમના રાષ્ટ્રને શાંતિ, પુષ્કળ આશિષ અને મહિમા આપ્યાં.
બાઇબલના નોંધાયેલા ઇતિહાસ દ્વારા, પરમેશ્વરે માનવજાતને આશિષો પ્રાપ્ત કરવાનો માર્ગ બતાવ્યો છે. આસાએ પાછલા વર્ષોમાં કર્યું તેમ, પરમેશ્વરને શોધ્યા વિના શક્તિશાળી દેશો પર આધાર રાખવાનું પાપ આપણે ન કરવું જોઈએ. તેમ જ, યહોશાફાટની જેમ દુષ્ટ લોકો સાથે સંગ રાખી કોઈ કાર્ય ન કરવું જોઈએ. એવું એટલે છે કેમ કે પરમેશ્વરને ભૂલી આજુબાજુના લોકો અને સંજોગો પર ભરોસો કરીએ, ત્યારે તે આપણી પાસેથી આશિષો પાછી લઈ લે છે.
એ પ્રમાણે તેઓ આસાની કારકિર્દીમા પંદરમાં વર્ષના ત્રીજા માસમાં યરુશાલેમમાં ભેગા થયા. તેઓએ પોતાને મળેલી લૂંટમાંથી તે દિવસે યહોવાને સાતસો બળદો તથ સાત હજાર ઘેટાંનું બલિદાન આપ્યું. વળી તેઓએ નવેસરથી કરાર કર્યા, “પોતાના ખરા અંત:કરણથી અને સંપૂર્ણ ભાવથી પોતાના પિતૃઓના ઈશ્વર યહોવાની ભક્તિ કરવી. તે સોગનથી યહૂદિયાના સર્વ લોક હરખાયા, કેમ કે તેઓએ પોતાના ખરા અંત:કરણથી સોગન ખાધા હતાં, ને પોતાની સંપૂર્ણ ઇચ્છાથી યહોવાને શોધ્યાં. ને તેઓને મળ્યાં; અને તેમણે તેઓને ચારેતરફ શાંતિ આપી. 2 કાળવૃત્તાંત 15:10–15
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ