2,000 વર્ષ પહેલા, સૃષ્ટિકર્તા પરમેશ્વર આ પૃથ્વી પર ઈસુના નામે આવ્યા, અને નવા કરારની સ્થાપના કરી.
નવા કરાર દ્વારા, પરમેશ્વરના બાળકો, જે પાપ અને મરણથી પીડાઈ રહ્યા છે, પાપની ક્ષમા અને અનંતજીવન મેળવી શકે છે.
ત્રણ વર્ષો સુધી, ઈસુએ તેમના શિષ્યો માટે નવા કરારનું પાલન કરવાનો એક નમૂનો સ્થાપિત કર્યો.
“કેમ કે જેવું મેં તમને કર્યું, તેવું તમે પણ કરો, એ માટે મેં તમને નમૂનો આપ્યો છે.”યોહ 13:15
પુનરુત્થાન પછી, ઈસુએ તેમના શિષ્યોને બધા લોકોને નવા કરારનું પાલન કરવાનું શીખવવા માટે કહ્યું જેથી તેઓ બચી શકે. (માથ 28:19)
ઈસુના વચનોનું પાલન કરતા, તેમના શિષ્યોએ નવા કરારનો પ્રચાર કર્યો.
નવા કરારમાં, જેના દ્વારા આપણે પાપોની ક્ષમા મેળવી શકીએ છીએ, આરાધના માટે એક નિયમ છે.
જો કોઈ પુરુષ આરાધના દરમિયાન માથું ઢાંકે, તો તે પરમેશ્વરનું અપમાન છે; જો કોઈ સ્ત્રી પોતાનું માથું ઢાંકતી નથી, તો તે તેના માથાનું અપમાન છે. (1કરીંથી 11:4)
ચર્ચમાં જે ખ્રિસ્ત દ્વારા સ્થાપિત નવા કરારને અનુસરે છે, આરાધના દરમિયાન સ્ત્રી તેના માથાને ઓઢણીઓથી ઢાંકે છે, અને પુરુષ નથી.
જોકે, ઈસુના સ્વર્ગારોહણ પછી, કેટલીક સ્ત્રીઓએ આગ્રહ કર્યો કે તેમણે આરાધના માટે ઓઢણીઓ નથી પહેરવો.
આ કારણે, પ્રેરિત પાઊલે તેમને ઓઢણીઓ પહેરવાનો આગ્રહ કર્યો, અને સમજાવ્યું કે સ્ત્રી માટે માનવ સ્વભાવથી લાંબા વાળ સુંદર દેખાય છે.
સ્ત્રી માથે ઓઢયા વગર ઈશ્વરની પ્રાર્થના કરે એ શું તેને શોભે?
એ વાતનો તમે પોતે નિર્ણય કરો.
શું કુદરત પોતે પણ તમને શીખવતી નથી કે, જો પુરુષને લાંબા વાળ હોય તો તેને અપમાનરૂપ છે?
પણ જો સ્ત્રીને લાંબા વાળ હોય તો તે તેની શોભારૂપ છે, કેમ કે તેના વાળ આચ્છાદાનને માટે તેને આપેલા છે.
પણ જો કોઈ માણસ [એ બાબત વિષે] તકરારી માલૂમ પડે, તો [જાણવું કે] આપણામાં તથા ઈશ્વરની મંડળીઓમાં પણ એવો રિવાજ નથી. 1કરિંથીઓ 11:13–16
બાઇબલ સ્પષ્ટ રૂપથી કહે છે કે આરાધના દરમિયાન સ્ત્રીએ પોતાનું માથું ઓઢણીઓથી ઢાંકવું જોઈએ.
આરાધના દરમિયાન સ્ત્રી માટે ઓઢણીઓ પહેરવાની પ્રથા નવા કરારના નિયમોમાંથી એક છે જેને ઈસુએ શીખવ્યું અને પ્રેરિત પાઊલે પ્રચાર કર્યો.
ઓઢણીના નિયમનું પાલન કરવું પરમેશ્વરની ઈચ્છા છે.
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ