પરમેશ્વરે તેમના પર વિશ્વાસ કરનારા લોકો માટે આરાધનાનો દિવસ નિયુક્ત કર્યો.
“સાબ્બાથ દિનને પવિત્ર પાળવાને તું યાદ રાખ.”નિર્ગ 20:8
સાબ્બાથ દિવસ પરમેશ્વર અને તેમના લોકો વચ્ચેનું ચિહ્ન છે.
આ તે દિવસ છે જ્યારે પરમેશ્વર તેમના લોકોને પવિત્ર બનાવે છે (હઝ 20:12).
તેથી, પરમેશ્વરના લોકોએ સાબ્બાથ દિવસને પાળવો જોઈએ જેને પરમેશ્વરે સેવાના દિવસ તરીકે નિયુક્ત કર્યો છે.
સાબ્બાથ તે દિવસ છે જે પરમેશ્વરે આકાશ અને પૃથ્વીને છ દિવસ માટે બનાવ્યા અને સાતમા દિવસે આરામ કર્યો. (ઉત્પ 2:3)
સાતમો દિવસ સાબ્બાથ પરમેશ્વરની રચનાત્મક શક્તિનો સ્મારક દિવસ છે.
પછી, અઠવાડિયાનો કયો દિવસ સાતમો દિવસ છે?
રવિવાર: અઠવાડિયાનો પહેલો દિવસ
શનિવાર: અઠવાડિયાનો સાતમો દિવસ
શબ્દકોશોમાં સાતમો દિવસ શનિવાર છે.
જ્યારે આપણે કેલેન્ડર જોઈએ છીએ, તો સાતમો-દિવસ સાબ્બાથ શનિવાર છે.
બાઇબલ કહે છે કે અઠવાડિયાના પહેલા દિવસે ઈસુનું પુનરુત્થાન થયું. (માર્ક 16:9)
તે જ વચન માટે, ગુડ ન્યૂસ બાઇબલ કહે છે કે ઈસુ રવિવારે જીવી ઉઠ્યા. (માર્ક 16:9)
ત્યારે, સાબ્બાથ અઠવાડિયાનો કયો દિવસ છે?
સાબ્બાથ શનિવાર છે.
કેથોલિક પુસ્તકો પણ સાક્ષી આપે છે કે સાબ્બાથ દિવસ શનિવાર છે.
“શાસ્ત્રવચન શનિવારના ધાર્મિક પાલનને લાગુ કરે છે, એક દિવસ જેને આપણે ક્યારેય પણ પવિત્ર નથી કરતા.”
“સાબ્બાથ શબ્દનો અર્થ આરામ છે, અને તે અઠવાડિયાનો સાતમો દિવસ છે.”
ઈસુએ પણ સાબ્બાથના દિવસે [શનિવાર] આરાધના કરી.
“ઈસુ . . . તે પોતાના રીતિ પ્રમાણે સાબ્બાથ દિવસે [શનિવારે] સભાસ્થાનમાં ગયો.”લૂક 4:16
ઈસુના સ્વર્ગારોહણ પછી, પ્રેરિત પાઉલે પણ સાબ્બાથ દિવસે [શનિવાર] આરાધના કરી.
“પોતાની રીતિ પ્રમાણે, પાઉલ સભાસ્થાનમાં ગયો, અને ત્રણ સાબ્બાથ દિવસે તે શાસ્ત્રમાંથી તેઓની સાથે ચર્ચા કરી.”પ્રે 17:2
જેમ ઈસુ અને તેમના શિષ્યોએ સાબ્બાથ દિવસ [શનિવાર] મનાવ્યો,
તેમ પરમેશ્વરના લોકોએ પરમેશ્વરે નિયુક્ત સાબ્બાથ દિવસ [શનિવાર] મનાવવો જોઈએ.
વર્લ્ડ મિશન સોસાયટી ચર્ચ ઓફ ગોડ પરમેશ્વર દ્વારા નિયુક્ત સાતમા-દિવસના સાબ્બાથનું પાલન કરે છે.
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ