કેટલાક લોકો બાઇબલને માત્ર ઈસ્રાએલનો ઇતિહાસ અથવા પૌરાણિક કથાઓની પુસ્તક માને છે.
જોકે, બાઇબલ એ વિશ્વનું સૌથી જૂનું પુસ્તક છે, જે લગભગ 1,600 વર્ષોના સમયગાળામાં
અલગ-અલગ સમયે અલગ-અલગ વ્યવસાયો અને વયના ડઝનેક લોકો દ્વારા લખાયેલું છે.
વધુ આશ્ચર્યજનક બાબત એ છે કે 1,600 વર્ષોમાં લખાયેલ દરેક બાબત ભવિષ્યવાણી અને પરિપૂર્ણતાના સ્વરૂપ તરીકે જોડાયેલી છે.
બાઇબલના રેકોર્ડમાંથી, આવો આપણે રાજા કોરેશ વિશેની ભવિષ્યવાણી અને તેની પરિપૂર્ણતાનો અભ્યાસ કરીએ.
રાજા કોરેશ ફારસ સામ્રાજ્યનો સ્થાપક અને ઓરિયેન્ટનો વિજેતા હતો.
આવો આપણે બાઇબલમાં નોંધાયેલી તેમની મહાન સિદ્ધિ જોઈએ.
તેમાં તેણે પોતે કહ્યું, “આકાશના ઈશ્વર યહોવાએ મને પૃથ્વીના સર્વ રાજ્યો આપ્યાં છે, ને યહૂદિયામાંના યરુશાલેમમાં પ્રભુને માટે મંદિર બાંધવાની મને આજ્ઞા આપી છે.” એઝરા 1:2
ફારસના રાજા કોરેશે ઇસ્રાએલના પરમેશ્વરની સ્તુતિ કરીને ઇસ્રાએલીઓને કેમ મુક્ત કર્યા? કોરેશ રાજાએ યશાયાની પુસ્તકમાં તેનું નામ લખેલું જોયું, જે ઇસ્રાએલીઓને મુક્ત કર્યાના લગભગ 170 વર્ષ પહેલા લખવામાં આવ્યું હતું.
યહોવા કહે છે, “કોરેશ મારો અભિષિક્ત છે, તેની આગળ દેશોને તાબે કરવા માટે મેં તેનો જમણો હાથ પકડી રાખ્યો છે, તેની આગળ . . .” હું તને અંધકારમાં રાખેલા ખજાના તથા ગુપ્ત સ્થળમાં છુપાવેલું દ્રવ્ય આપીશ, જેથી તું જાણે કે હું તારું નામ લઈને તને બોલાવનાર ઇઝરાયલનો ઈશ્વર યહોવા છું. યશા 45:1–3
રાજા કોરેશને અહેસાસ થયો કે બાબીલોન પર વિજય મેળવવામાં પરમેશ્વરે તેની મદદ કરી છે, અને બાઇબલમાં ભવિષ્યવાણી પ્રમાણે તેણે ઈસ્રાએલીઓને મુક્ત કર્યા. પરિણામસ્વરૂપ, લોકો દ્વારા હજી પણ રાજા કોરેશની પ્રશંસા એક પ્રાચીન રાજા તરીકે કરવામાં આવે છે જેણે ગુલામોને આઝાદ કર્યા અને ધર્મની સ્વતંત્રતાના અધિકારને માન્યતા આપી. બાઇબલમાં ઈસુના પૃથ્વી પર આવવાના લગભગ 700 વર્ષ પહેલા બાળકના રૂપમાં તેમના જન્મની પણ ભવિષ્યવાણી કરી હતી.
“. . . કુમારી ગર્ભવતી થઈને પુત્રને જન્મ આપશે, અને તેનું નામ તે ઈમાનુએલ પાડશે.” યશા 7:14
આ ભવિષ્યવાણી પ્રમાણે, પરમેશ્વરે કુમારિકા મરિયમના શરીર દ્વારા ઈસુના રૂપમાં જન્મ લીધો (માથ્થી 1:18–23).
તે ઉપરાંત, બાઇબલમાં વિગતવાર આગાહી કરવામાં આવી છે કે ઈસુ કેવી રીતે પીડિત થશે.
તે માણસોથી ધિક્કારાયેલો તથા તજાયેલો હતો; . . . પણ આપણા અપરાધોને લીધે તે વીંધાયો, આપણાં પાપોને લીધે તે કચડાયો, આપણને શાંતિ પ્રાપ્ત કરાવવાને માટે તેને શિક્ષા થઈ, ને તેના સોળથી આપણને સાજાપણું મળ્યું છે. યશા 53:3–5
આ ભવિષ્યવાણી પ્રમાણે, ઈસુને ભાલાથી વીંધવામાં આવ્યા અને તેમને કોરડા મારવામાં આવ્યા (માથ્થી 27:26–35; યોહા 19:34). બાઇબલની ભવિષ્યવાણીઓ લખાઈ ત્યારે લોકો સમજી શક્યા ન હોવા છતાં, તે બધી પૂરી થઈ છે. તેથી જ બાઇબલ આપણને ચેતવણી આપે છે કે ભવિષ્યવાણીઓને તુચ્છ ન ગણો (1 થેસ્સ 5:20). એવું એટલે છે કેમ કે જો આપણે બાઇબલની ભવિષ્યવાણીઓને તુચ્છ ગણીએ, તો આપણો ઉદ્ધાર નથી થઇ શકતો. જેટલી ભવિષ્યવાણીઓ લખેલી છે તેમ બરાબર પુરી થઇ છે, તેથી જે ભવિષ્યવાણીઓ બાકી છે તે સર્વ પૂર્ણ થશે.
“અને મોટા મોટા ધરતીકંપો થશે, તથા ઠેરઠેર દુકાળો પડશે તથા મરકીઓ ચાલશે; અને આકાશમાંથી ભયંકર ઉત્પાત તથા મોટાં મોટાં ચિહ્નો થશે.” લૂક 21:11
બાઇબલ આપણને કહે છે કે છેલ્લી મોટી વિપત્તિ અને વિનાશ આવે ત્યારે બચવા માટે આપણે સિયોનમાં ભાગવું જોઈએ.
“. . . આપણે એકત્ર . . . સિયોનની તરફ ધ્વજા ઊભી કરો; જીવ લઈને નાસો ને વિલંબ ન કરો; કેમ કે હું ઉત્તર તરફથી વિપત્તિ તથા મોટો નાશ લાવીશ.” યર્મિ 4:5–6
સિયોન, જ્યાં પરમેશ્વરના પર્વો મનાવવામાં આવે છે, પરમેશ્વરે આપણને વચન આપ્યું છે કે તે આશ્રય અને ઉદ્ધારનું સ્થળ છે. (યશા 33:20). વર્લ્ડ મિશન સોસાયટી ચર્ચ ઓફ ગોડ વિશ્વનું એકમાત્ર ચર્ચ છે જે બાઇબલની શિક્ષાઓ પ્રમાણે પરમેશ્વરના પર્વો મનાવે છે; તે સિયોન છે.
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ