ઉષ્ણકટિબંધીય પ્રદેશોમાં જ્યાં આબોહવામાં બહુ ઓછો ફેરફાર થાય છે, ત્યાં વૃક્ષોમાં સ્પષ્ટ વિકાસની વલય બનતી નથી, જ્યારે જે વૃક્ષો હવામાનના ફેરફાર, જીવાત, દુષ્કાળ અને પૂરથી પીડાયા હોય, તેમનામાં સ્પષ્ટ વિકાસની વલય હોય છે. એ જ રીતે, દરેક વ્યક્તિમાં પણ પોતાની વિકાસની વલય હોય છે, જે દર્શાવે છે કે તેમણે સ્વર્ગના રાજ્ય માટે કેવું જીવન જીવ્યું છે. આથી, એક આત્માને બચાવવા માટે ઈશ્વરની ઇચ્છાને સાચા હૃદયથી પૂર્ણ કરવી મહત્વપૂર્ણ છે.
દરરોજ, દરેક વ્યક્તિ ઘરે કે ચર્ચમાં પોતાની સ્વર્ગીય વિકાસની વલય રચી રહ્યો છે. આપણે કેવા મનથી સુવાર્તાનો પ્રચાર કરીએ છીએ, આરાધનામાં ભાગ લઈએ છીએ અને પ્રાર્થના કરીએ છીએ, તે આપણી સ્વર્ગીય વિકાસની વલયને નિર્ધારિત કરે છે. તે અનુસાર દરેક વ્યક્તિને આશીર્વાદ અને પ્રતિફળ આપવામાં આવશે.
જુઓ, હું થોડી વારમાં આવું છું. અને દરેક માણસને તેની કરણીઓ પ્રમાણે ભરી આપવાનો બદલો મારી પાસે છે. પ્રકટીકરણ 22:12
કેમ કે જે પોતાના દેહને અર્થે વાવે તે દેહથી વિનાશ લણશે. પણ જે આત્માને અર્થે વાવે તે આત્માથી અનંતજીવન લણશે. તો સારું કરતાં આપણે થાકવું નહિ; કેમ કે જો કાયર ન થઈએ, તો યોગ્ય સમયે લણીશું. ગલતીઓને પત્ર 6:8–9
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ