પરમેશ્વરના નિયમનું પાલન કરનાર જીવનમાં હંમેશા પુષ્કળ આશીર્વાદો હોય છે. આ કારણે, પરમેશ્વરે પિતાના યુગથી સ્થાપિત કરેલા પર્વોમાં, જેમ કે સાબ્બાથ અને પાસ્ખાપર્વ, હંમેશા આ આજ્ઞા છે, “ભૂલશો નહિ, પણ તેમને સદા સર્વદા યાદ રાખો અને મનાવો.”
બાઇબલ કહે છે કે સર્વ યુગોમાં જેઓ પરમેશ્વરના નિયમનું પાલન કરે છે, તેઓ ન્યાયી તરીકે આશીર્વાદ પામશે, અને જેઓ તેનું ઉલ્લંઘન કરે છે, તેઓ બળવા માટે દોષિત ઠરશે. ઇઝરાયલીઓ બેબીલોનમાં બંદી બન્યા તેનું કારણ પરમેશ્વરના નિયમનું પાલન ન કરવું હતું.
યહોવા અમારા ઈશ્વરની વાણીને ન માનતાં તેમના જે નિયમો તેમણે પોતાના સેવક પ્રબોધકની મારફતે અમને બતાવ્યા તે પ્રમાણે અમે ચાલ્યા નથી. હા, સર્વ ઇઝરાયલે ભટકી જઈને તમારી વાણી માની નહિ, અને તમારા નિયમનું ઉલ્લંઘન કર્યું છે. તે માટે ઈશ્વરના સેવક મૂસાના નિયમશાસ્ત્રમાં લખેલી પ્રતિજ્ઞા પ્રમાણે અમારા પર શાપ વરસાવવામાં આવ્યો છે; કેમ કે અમે તેમની વિરુદ્ધ પાપ કર્યું છે. દાનિયેલ 9:10–11
મારા વિધિઓ પ્રમાણે ચાલ્યો હશે, મારી આજ્ઞાઓ પાળીને પ્રામાણિકપણે વર્ત્યો હશે; તો તે નેક છે, તે નિશ્ચે જીવશે, એમ પ્રભુ યહોવા કહે છે. હઝકિયેલ 18:9
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ