ખોવાયેલા ઘેટાં માટે રાજા કરતાં ઘેટાંપાળક વધારે મહત્વપૂર્ણ છે,
અને અરણ્યમાં પાણી સોનાથી વધારે મૂલ્યવાન છે.
જ્યારે માનવજાતિ પરમેશ્વરના ન્યાયાસનની સામે ઊભી થશે,
ત્યારે પરમેશ્વરની આજ્ઞાઓનું મૂલ્ય પ્રગટ થશે.
એવું એટલે છે કેમ કે કોઈ વ્યક્તિએ પરમેશ્વરની આજ્ઞાઓનું પાલન કર્યું છે
કે નહિ તેના આધારે સ્વર્ગ અને નરક નક્કી કરવામાં આવે છે.
સ્વર્ગનું રાજ્ય એક એવી જગ્યા છે જ્યાં પાપીઓ પ્રવેશ નથી કરી શકતા,
તેથી આ જરૂરી છે કે તેઓ તેમના પાપોની ક્ષમા પ્રાપ્ત કરે.
પરમેશ્વરે નવા કરારના પાસ્ખા દ્વારા ખ્રિસ્તના મૂલ્યવાન લોહીમાં પાપોની ક્ષમાનું વચન આપ્યું છે.
તેથી, દાઉદની જેમ, માનવજાતિએ પરમેશ્વરના વચન પર વિશ્વાસ કરવો જોઈએ
અને તેમની આજ્ઞાઓને પ્રેમ કરવો જોઈએ.
તેથી હું સોના કરતાં, ચોખ્ખા સોના કરતાં પણ તમારી આજ્ઞાઓ પર વધારે પ્રેમ રાખું છું.
ગીતશાસ્ત્ર 119:127
“ ‘ઉપદેશક કહે છે, મારો સમય પાસે આવ્યો છે; હું મારા શિષ્યો સહિત તારે ઘેર પાસ્ખા પાળવાનો છું.’ ”
અને ઈસુએ જેમ શિષ્યોને આજ્ઞા આપી હતી, તેમ તેઓએ કર્યું, ને પાસ્ખા તૈયાર કર્યું.
. . . “તમે સહુ એમાંનું પીઓ. કેમ કે નવા કરારનું એ મારું લોહી છે,
જે પાપોની માફીને અર્થે ઘણાઓને માટે વહેવડાવવામાં આવે છે.”
માથ્થી 26:18–28
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ