એસાવ અને યહૂદા ઇસ્કારીઓતે પોતાની બેદરકારીથી બોલેલા શબ્દોના કારણે આશિષ ગુમાવી દીધા, અને જમણી બાજુના ચોર અને દાનિયેલના ત્રણ મિત્રોએ વિશ્વાસથી કહ્યા વચનોને કારણે પરમેશ્વરથી પુષ્કળ આશિષ પ્રાપ્ત કર્યા.
આપણા મોંમાંથી નીકળેલા શબ્દો ક્યારેય અદૃશ્ય થતા નથી પણ ન્યાયના દિવસે આપણી તરફ પાછા ફરે છે, તેથી પરમેશ્વર હંમેશા આપણને શીખવે છે કે આપણે બોલતા પહેલા ઘણી વાર વિચારવું અને ગુસ્સે થવામાં ધીમા થવું.
જો આપણને મહેસૂસ થાય છે કે આપણને પાપ કરવાના કારણે સ્વર્ગમાંથી નીચે ફેંકી દેવામાં આવ્યા છે, તો આપણે કોઈ પણ બાબતમાં નિરાશ નહિ થઇએ. તેના બદલે, આપણે આ તથ્ય માટે કે આપણે પવિત્ર આત્માના યુગમાં આવ્યા ખ્રિસ્ત આન સાંગ હોંગ અને માતા પરમેશ્વરની સાથે રહી શકીએ છીએ, પરમેશ્વરની શિક્ષાઓનું પાલન કરીને આભારી બનીને અને સારી વાતો કહીને ધન્ય જીવન જીવી શકીએ છીએ.
મારા વહાલા ભાઈઓ, તમે એ જાણો છો. દરેક માણસ સાંભળવામાં ચપળ, બોલવામાં ધીમો, તથા ક્રોધમાં ધીરો થાય. કેમ કે માણસના ક્રોધથી ઈશ્વરનું ન્યાયીપણું પાર પડતું નથી... પણ તમે વચનના પાળનારા થાઓ, પોતાને છેતરીને માત્ર સાંભળનારા જ નહિ... સાંભળીને ભૂલી જનાર નહિ, પણ કામ કરનાર થાય છે, તે જ માણસ પોતાના વ્યવહારમાં ધન્ય થશે.
યાકૂબ 1:19-25
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ