ગિદિયોન તેના કુટુંબમાં સૌથી નાનો હતો, જે ઇસ્રાએલના સર્વ ગોત્રોમાં સૌથી નબળું ગોત્ર હતું.
તો પણ તે પરમેશ્વરના વચનનું પાલન કરીને માત્ર 300 સૈનિકો સાથે
1,35,000 મિદ્યાની પુરુષોને હરાવવામાં સક્ષમ હતો. મૂસા અને યહોશુઆએ પણ
પરમેશ્વરના વચનનું પાલન કરીને અમાલેકની વિરુદ્ધ યુદ્ધ જીત્યું.
તેમજ, આજે પણ, સર્વ પરિસ્થિતિઓમાં વિજય પરમેશ્વરની મદદ પર
વિશ્વાસ કરવા અને તેમની આજ્ઞા માનવાથી મળે છે.
જેમ યશાયાએ ભવિષ્યવાણી કરી હતી, “પરમેશ્વર સૌથી નાનક્ડાને એક બળવાન પ્રજા કરશે,”
તે જેઓ આ મહેસૂસ કરે છે કે આ પૃથ્વી પર બધું જ પરમેશ્વરની યોજના પ્રમાણે
પૂર્ણ કરવામાં આવી રહ્યું છે, અને પરમેશ્વરના વચનનું પાલન કરે છે,
ત્યાં સુધી કે તે વચનનું પણ જે સામાન્ય લાગે છે, તેઓ આશીર્વાદિત થશે.
ગિદિયોને તેમને કહ્યું, “હે ઈશ્વર... મનાશ્શામાં મારું કુટુંબ સૌથી
ગરીબ છે, ને મારા પિતાના ઘરમાં હું સૌથી નાનો છું.”
યહોવાએ તેને કહ્યું, “સાચે જ હું તારી સાથે હોઈશ, ને તું જાણે
એક માણસને મારતો હોય તેમ તું મિદ્યાનીઓને મારશે.”
ન્યાયાધીશો 6:15-16
“વળી તારા સર્વ લોક ધાર્મિક થશે, તેઓ મારા મહિમાને અર્થે
મારા રોપેલા રોપના અંકુરો, મારા હાથની કૃતિ થશે,
તેઓ સદાકાળ દેશનો વારસો ભોગવશે. છેક નાનામાંથી
હજાર થશે, ને જે નાનકડો છે તે બળવાન પ્રજા થશે;
હું યહોવા ઠરાવેલે સમયે તે જલદી કરીશ.”
યશાયા 60:21-22
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ