બાઇબલ ભવિષયસૂચક રૂપથી આ યુગને મહાન સંકટના સમય તરીકે વર્ણિત કરે છે.
જેમ જેમ રાષ્ટ્રો વચ્ચે યુદ્ધ ફાટી નીકળે છે અને અગણિત આબોહવા આપત્તિઓ પ્રગટ થાય છે,
લોકો ભાગીને અંતરિક્ષ, મહાસાગરની ઊંડાઈ અથવા ભૂગર્ભમાં જવાની યોજનાઓ ઘડે છે.
પણ, બાઇબલ કહે છે કે સિયોન સિવાય, જ્યાં માતા પરમેશ્વર નિવાસ કરે છે, ત્યાં તારણનું આશ્રય નથી.
જેમ પરમેશ્વરે દાનિયેલને નબૂખાદનેસ્સાર રાજાનું સ્વપ્ન પ્રગટ કર્યું અને તેનું અર્થઘટન કર્યું,
તેમ આજે તેમણે પ્રગટ કર્યું છે કે આપત્તિઓ વચ્ચે સૌથી સુરક્ષિત આશ્રય માતા પરમેશ્વર છે.
જેમ બાળકો સંકટના સમયમાં તેમની માતાની બાહોમાં સૌથી સુરક્ષિત મહેસૂસ કરે છે,
તેમ પરમેશ્વરે પ્રગટ કર્યું છે કે માતા પરમેશ્વર માનવજાતિ માટે વિપત્તિઓમાં સૌથી સુરક્ષિત જગ્યા છે.
યહોવા કહે છે, “પૃથ્વીની સપાટી પરથી સર્વ વસ્તુઓનો હું સંપૂર્ણ સંહાર કરીશ.
મનુષ્યનો તેમ જ જાનવરનો હું સંહાર કરીશ. ખેચર પક્ષીઓનો તથા સમુદ્રનાં માછલાંનો,
તેમ જ દુષ્ટોની સાથે ઠોકર ખવડાવનારી વસ્તુઓનો હું સંહાર કરીશ;
અને પૃથ્વીની સપાટી પરથી હું મનુષ્યને નષ્ટ કરીશ, એવું યહોવા કહે છે”
સફાન્યા 1:2–3
પણ જો કોઈ ભૂંડો ચાકર પોતાના મનમાં કહે, ‘મારા માલિકને આવતાં વાર છે, ’
અને બીજા ચાકરોને તે મારવા તથા છાકટાઓની સાથે ખાવાપીવા લાગે;
તો જે દિવસે તે તેની વાટ જોતો નથી, ને જે ઘડી તે જાણતો નથી, તેવે વખતે તે ચાકરનો માલિક આવશે,
ને તે તેને કાપી નાખશે, ને તેનો ભાગ ઢોંગીઓની સાથે ઠરાવશે, ત્યાં રડવું ને દાંત પીસવું થશે.
માથ્થી 24:48–51
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ