જેમ લખ્યું છે, “જેઓ ખ્રિસ્ત ઈસુમાં ભક્તિભાવથી જીવવા ઇચ્છે છે, તેઓ સર્વ પર સતાવણી થશે જ,” અને જેમ ઈસુએ કહ્યું, “જો કોઈ મારી પાછળ આવવા ચાહે, તો તેણે પોતાનો ઇનકાર કરવો, અને દરરોજ પોતાનો વધસ્તંભ ઊંચકીને મારી પાછળ ચાલવું,” —તેમ સ્વર્ગના રાજ્યના મહિમા માટે જીવતા દરેક વ્યક્તિના જીવનમાં થોડા સમય માટે દુઃખ આવવાનું જ છે.
એસાવ અને યહૂદા ઇસ્કારિયોત પાપના આનંદ પાછળ ચાલ્યા અને દૈહિક ઇચ્છાઓ પ્રમાણે જીવ્યા, અને છેવટે સ્વર્ગના રાજ્યના આશીર્વાદો ગુમાવ્યા. પરંતુ, મૂસા, યાકૂબ, દાનિયેલ અને તેના ત્રણ મિત્રોએ સ્વર્ગના આનંદને વધારે મૂલ્યવાન ગણીને મુશ્કેલીઓ પર વિજય પ્રાપ્ત કર્યો. તે જ રીતે, ચર્ચ ઓફ ગોડના સભ્યો પણ પરમેશ્વર દ્વારા વચન આપેલા સ્વર્ગના આનંદ પર આશા રાખે છે, અને જેમ તેમણે આજ્ઞા આપી છે તેમ, નવા કરારના સાબ્બાથ અને પાસ્ખાપર્વના આશીર્વાદોનો પ્રચાર કરવામાં સંપૂર્ણ હૃદયથી સમર્પિત થાય છે.
“વિશ્વાસથી મૂસાએ મોટો થયા પછી ફારુનની દીકરીનો પુત્ર ગણાવા ના પાડી. પાપનું ક્ષણિક સુખ ભોગવવા કરતાં ઈશ્વરનાં લોકોની સાથે દુ:ખ ભોગવવાનું તેણે વિશેષ પસંદ કર્યું. મિસરમાંના દ્રવ્યભંડાર કરતાં ખ્રિસ્તની સાથે નિંદા સહન કરવી એ સંપત્તિ અધિક છે, એમ તેણે માન્યું. કેમ કે જે ફળ મળવાનું હતું તે તરફ જ તેણે લક્ષ રાખ્યું. હિબ્રૂઓને પત્ર 11:24–26
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ