નૂહે લાંબા સમય સુધી વહાણનું નિર્માણ કરતી વખતે એકલતાનો સામનો કરવા પર પણ પરમેશ્વરના આશિષ પર વિશ્વાસ કર્યો. મૂસાએ મિસરમાં એક રાજકુમાર તરીકે પરમેશ્વરની મહિમાનો આનંદ માણવાના બદલે તેમના લોકોની સાથે દુઃખ સહન કરવાનું પસંદ કર્યું. ઘણી મુશ્કેલીઓનો સામનો કરવા છતાં, પ્રેરિત પાઉલે લોકોને સ્વર્ગનું રાજ્ય પ્રદાન કરવાની તકથી આનંદ કર્યો. તે જ રીતે, ચર્ચ ઓફ ગોડ ના સભ્યો તેમના ક્રોસ ઉઠાવીને આનંદથી વિશ્વાસના માર્ગ પર ચાલે છે.
સ્વર્ગીય માતા હંમેશા આપણને યાદ અપાવે છે, “શું આપણને સ્વર્ગના રાજ્યની આશા નથી?” તેથી, ભલે તે સંતો હોય કે પુરોહિત સ્ટાફ જે અગ્ર હરોળમાં કામ કરે છે, દરેક વ્યક્તિએ સ્વર્ગના રાજ્યના આશિષોને જોવું જોઈએ જે આપણી આંખોની સામે આવતા અવરોધોથી પરે તૈયાર કરવામાં આવ્યા છે જ્યારે આપણે પોતાનો ક્રોસ ઉઠાવીએ છીએ.
મિસરમાંના દ્વવ્યભંડાર કરતાં ખ્રિસ્તની સાથે નિંદા સહન કરવી એ સંપત્તિ અધિક છે, એમ તેણે માન્યું. કેમ કે જે ફળ મળવાનું હતું તે તરફ જ તેણે લક્ષ રાખ્યું. હિબ્રૂઓને પત્ર 11:26
કેમ કે જો તમે દેહ પ્રમાણે જીવો તો તમે મરશો જ; પણ જો તમે આત્મા દ્વારા શરીરનાં કામોને મારી નાખો તો તમે જીવશો. કેમ કે જેટલા ઈશ્વરના આત્માથી દોરાય છે, તેટલા ઈશ્વરના દીકરા છે. . . . તેમની સાથે મહિમા પામવાને માટે જો આપણે તેમની સાથે દુ:ખ સહન કરીએ તો. કેમ કે હું એમ માનું છું કે, જે મહિમા આપણને પ્રગટ થનાર છે તેની સાથે આ વખતનાં દુ:ખો સરખાવવા જોગ નથી. રોમનોને પત્ર 8:13–18
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ