ઇઝરાયલીઓના નિર્ગમનના સમયે, આખા મિસર પર વિપત્તિઓ આવી, પણ ઇઝરાયલીઓ પર કોઈ વિપત્તિ ન આવી. આ જ પરમેશ્વરનો કરાર હોય તેવા સ્થાન અને તે વિનાના સ્થાન વચ્ચેનો તફાવત હતો. પરમેશ્વરે એક મહાન વચન આપ્યું છે કે જ્યાં પણ તેમની આજ્ઞા—નવા કરારનો પાસ્ખાપર્વ—પાળવામાં આવે છે, ત્યાં તેમના લોકો અંદર આવતા તેમ જ બહાર જતા આશીર્વાદ પામશે, અને તે તેમને પૃથ્વીની સર્વ દેશજાતિઓ કરતાં શ્રેષ્ઠ કરશે.
પ્રબોધકો યશાયા, સફાન્યા અને પિતર સાક્ષી આપે છે કે આ પૃથ્વી પર અગ્નિની એક મોટી આફત આવશે કેમ કે દુનિયા નવા કરારનું પાલન નથી કરતી, જેમાં પરમેશ્વરનો સાબ્બાથ દિવસ અને પાસ્ખાપર્વ સામેલ છે. બાઇબલ સાક્ષી આપે છે કે પરમેશ્વરના કરારનું પાલન કરવાથી જ માનવજાતિ પિતા ખ્રિસ્ત આન સાંગ હોંગ અને માતા પરમેશ્વરની સંતાન બની, સર્વ આપત્તિઓથી પરમેશ્વરનું રક્ષણ મેળવી શકે છે.
અને જો યહોવા તારા ઈશ્વરની વાણી ખંતથી સાંભળીને તેની જે આજ્ઞાઓ હું આજે તને આપું છું તે સર્વ પાળીને તું તેમને અમલમાં લાવશે, તો એમ થશે કે યહોવા તારા ઈશ્વર પૃથ્વીની સર્વ દેશજાતિઓ કરતાં તને શ્રેષ્ઠ દેશજાતિ કરશે. અને જો તું યહોવા તારા ઈશ્વરની વાણી સાંભળશે, તો આ સર્વ આશીર્વાદ તારા પર આવશે ને તને મળશે: . . . તું અંદર આવતાં તેમજ બહાર જતાં આશીર્વાદિત થશે. પુનર્નિયમ 28:1–6
જ્યારે તું આ લોકોની આગળ આ બધાં વચનો પ્રગટ કરશે, ને તેઓ તને પૂછશે કે, ‘યહોવાએ આ બધી મોટી વિપત્તિ શા માટે અમારા ઉપર ફરમાવી છે? અને અમારો શો અન્યાય છે? અને યહોવા અમારા ઈશ્વરની વિરુદ્ધ અમે શું પાપ કર્યું છે?’ ત્યારે તું તેઓને કહેજે કે, યહોવા કહે છે કે, [વિપત્તિ આવવાનું] કારણ એ છે કે, તમારા પૂર્વજો મને તજીને . . . ને મારું નિયમશાસ્ત્ર પાળ્યું નહિ. યર્મિયા 16:10–11
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ