જ્યારે પરમેશ્વરના બાળકો પરમેશ્વરની શિક્ષાઓ પ્રમાણે સંસારનું મીઠું અને જ્યોતિ બને છે, તેમના સારા કાર્યો દ્વારા પરમેશ્વરનો મહિમા પ્રદર્શિત કરે છે, અને નવા કરારના સત્ય દ્વારા માનવજાતિને પરમેશ્વર તરફ દોરે છે, ત્યારે પરમેશ્વર પ્રસન્ન થશે અને જે દિવસે તેઓ તેમની સામે ઊભા રહેશે તે દિવસે તેમને પુષ્કળ આશિષ આપશે.
જો આપણે પવિત્ર આત્માના યુગમાં ખ્રિસ્ત આન સાંગ હોંગ અને યરૂશાલેમ સ્વર્ગીય માતાને ગ્રહણ કર્યા છે, તો હવેથી આપણે સંસારથી શીખેલી દુષ્ટ આદતોને છોડી દેવી જોઈએ અને ખ્રિસ્તીઓ તરીકે નવું સ્વરૂપ ધારણ કરવું જોઈએ. જેમ જેમ આ સંસાર વધુને વધુ ભક્તિ ગુમાવતો જાય છે અને વિકૃત તથા દુષ્ટ બનતો જાય છે, તેમ આપણે સમજવું જોઈએ કે નૂહ અને લોતના દિવસોની જેમ પરમેશ્વરનો ન્યાયનો દિવસ નજીક છે, અને આપણે હજી વધારે ભક્તિભર્યું જીવન જીવવું જોઈએ.
તેથી, ભાઈઓ, હું તમને વિનંતી કરીને કહું છું કે, ઈશ્વરની દયાની ખાતર તમે તમારાં શરીરોનું જીવતું, પવિત્ર તથા ઈશ્વરને પસંદ પડે એવું, અર્પણ કરો; એ તમારી બુદ્ધિપૂર્વક સેવા છે. આ જગતનું રૂપ તમે ન ધરો, પણ તમારા મનથી નવીનતાને યોગે તમે પૂર્ણ રીતે રૂપાંતર પામો, જેથી ઈશ્વરની સારી તથા માન્ય તથા સંપૂર્ણ ઇચ્છા શી છે, તે તમે પારખી શકો. રોમનોને પત્ર 12:1–2
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ